વેવિશાળ - 23

(104)
  • 9.9k
  • 1
  • 5.8k

‘બચાડા જીવ’ એવો અંતરોદ્ગાર અનુભવતી પત્નીએ ભાંગતી રાત્રિના એ ત્રણેક વાગ્યે પતિના કંઈક વર્ષો પછીના ખેંચાણમાં પોતાનું માથું નમતું મૂક્યું. કપાળ કપાળને અડક્યું, ત્યાં તો પોતે દાઝી ઊઠી. સ્વામીનું લલાટ અનેક પ્રકારના ઉશ્કેરાટોના ચૂલા પર ખદખદતી તેલ-કડા સમું હતું. એ આલિંગનમાં સાત્ત્વિક શાંતિની શીતળતા ક્યાં હતી? પ્રસન્ન પ્રેમની મધુરી હૂંફ પણ નહોતી. “સુશીલા ક્યાંક જાગશે…” એમ બોલી એણે માથું હળવેક રહીને સેરવી લીધું.