વેવિશાળ - 21

(109)
  • 12.9k
  • 1
  • 7.6k

પણ સુશીલાને યાદ નહોતું રહ્યું કે ‘ઠેરો’ શબ્દ લિફ્ટને ઊભી રાખી શકતો નથી. એક વાર તો લિફ્ટને છેક નીચે સુધી ઊતરી જવું પડ્યું. બેઉને એકલાં ઊભાં થઈ રહેવું પડ્યું. સુશીલા ભયની ફાળ ખાતી ખાતી પોતાના ઘરનાં બારણાં તરફ જોતી જોતી એટલું જ પૂછી શકી: “શા માટે આવવું પડ્યું?” “તમે બધેય ફરિયાદ કરતાં ફરો છો એટલે,” સુખલાલે નીચું જોઈ જવાબ દીધો. “મારો ગુનો કહેવો હોય તો કહીને પછી ચાલ્યા જાવ. જલદી કહો, જુઓ લિફ્ટ આવે છે.” એણે ઉપર-નીચે થતાં લિફ્ટનાં કાળા વાસુકિ સમાં દોરડાં જોયાં ને ઊંડે લિફ્ટનો કૂવો જોયો. “મારા બાપુની પાસે લખાવી તો તમે લીધું, ને હવે મને ગરીબને ટોણો મારો છો?”