વેવિશાળ - 19

(99)
  • 11k
  • 2
  • 6.8k

બારણાં બીડીને અંદર એકલી પડેલી લીનાને જો એ સાંજે કોઈ છૂપી આંખો જોઈ શકી હોત, તો એની એ લીના જ છે એમ માની ન શકાત. જગતજનની મેરીની મૂર્તિ આગળ મૂકેલ તસવીર પરથી એણે ઢાંકણું ઉઠાવી લીધું હતું. તસવીરને પોતે આંખે ચાંપતી હતી. પંદર વર્ષના એક છોકરાની એ છબી હતી. લીના બોલતી હતી કે “આજે તું આના જેવડો હોત. આ છોકરાને કમાવું છે, કેમ કે એને પરણવું છે. તુંયે આજે પરણવા જેવડો હોત. ના, ના, તારે તો હજી બે વર્ષની વાર હોત. પણ આ છોકરાની વહુ કાયમ એનાં માબાપના ઘરમાં રહેશે, એનાં ભાઈભાડુંનીય સેવા કરશે. તું પરણત તો મને એકલી જ છોડી દેત, ખરું ને? હું માંદી પડત તો ઇસ્પિતાલે જ નાખત, ને હું અશક્ત કે અપંગ બનત તો તો ‘એસાયમલ’માં મારું સ્થાન હોત, ખરું ને ડાર્લિંગ? પણ તું અશકત—અપંગ બન્યો હોત, તો હું તને રઝળતો મૂકત કાંઈ? તારી સ્ત્રીને સુવાવડ આવત તો તો હું જ દોટ કાઢતી આવત.