વેવિશાળ - 16

(113)
  • 13.1k
  • 2
  • 8k

નાહવાની ઓરડીમાં લૂગડાં ચોળતાં ચોળતાં સારી વાર થયે એકાએક મોટા બાપુજીના ખંડમાંથી એમના શબ્દો સંભળાયા: “બસ, બાપા! મારો ને તમારો બેયનો લોહીઉકાળો પૂરો થયો. બાકી તો આપણે ભાઈયું જ છીએ, હો શેઠ! સંબંધ કાંઈ બગડી નથી ગયો.” જાણે કે એ કંઠ જ મોટા શેઠનો નહીં! કરડાઈની એક કણી ન મળે! શું થયું? આટલી બધી ચુપકીદી પછી આ સંતોષના શબ્દો કેમ નીકળ્યા? મોટા બાપુજીની ને સસરાની વચ્ચે કાંઈ મૂગું કામ થઈ રહ્યું હતું? મોટા બાપુજીના મીઠા બોલ પૂરા થયા બાદ એકાએક બેઠકમાંથી એ રુદન-સ્વર કોનો સંભળાયો? એ ઠૂઠવો કોણે મૂક્યો? સસરા રડ્યા? હા, જુઓને, મોટા બાપુજીના કંઠમાંથી ફરી પાછો મીઠો બોલ સંભળાય છે: “એ તો તમારી દીકરી જ છે એમ માનવું, બાપા!”