વેવિશાળ - 14

(103)
  • 11k
  • 1
  • 6.7k

“તમે ઘેર જાવ, હું હમણાં જરા બજારે જઈને આવું છું,” એમ કહી એ છૂટા પડ્યા. એ વખતે સુખલાલના પિતાનો હાથ એના ડગલાના ગજવામાં હતો. ત્યાં પડેલી એક નાની એવી ચીજ એને એક જરૂરી કામની યાદ આપતી હતી. એણે સુશીલાના ઘરનો રસ્તો લીઘો. ટ્રામો, બસો અને ગાડીઓના માર્ગમાં આ ગામડિયો અટવાતો, વિચારગ્રસ્ત બનતો, મોટરનાં ઘોઘરાં ભૂંગળાંથી ચમકતો, ટ્રામોની ઘંટડી પ્રત્યે છેલ્લી પળ સુધી બેધ્યાન રહીને તોબાહ બનેલા કન્ડક્ટરોની રોષ-ભ્રૂકુટિ વડે ભોંકાતો, “અરે તુમ ઈન્સાન હૈ કિ ગ…” એવો ઠપકો સાંભળીને મનમાં એ ઠપકાનો બાકી રહી જતો છેલ્લો અક્ષર ‘ધા’ પૂરો કરી લેતો, એ માર્ગ કાપતો હતો. પણ એને ખરેખરો ઓળખ્યો પાલનપુરી વિકટોરિયાવાળાએ! એ ચતુર લોકોએ પોતાની આગળ ચાલતા આ ગામડિયાની સૌથી આગળ પડતી એંધાણી પારખીને ટપાર્યો: “હટ, એઈ ખાસડિયા!”