વેવિશાળ - 12

(122)
  • 14k
  • 3
  • 9.3k

હનુમાન ગલીના એક અંધારખૂણિયા મહોલ્લાની ચારેક સીડીનાં પગથિયાં તે વખતે હજુ પૂરાં જંપ્યાં નહોતાં. એ પગથિયાં પર સુખલાલને બબે કાઠિયાવાડી વણિક જુવાનોની જોડલી આંકડા ભીડેલ હાથ પર બેસારીને ઊંચકી ગઈ હતી. એ જુવાનોની અક્કેક જુદી ઓરડીઓ ચોથા માળ પર હતી પણ તાબડતોબ એક ઓરડીમાંના એક જુવાને પોતાના કુટુંબને ફેરવી લઈ બીજા જુવાનની જોડે રહેવાનું રાખી દીધું. સુખલાલને માટે એક ઓરડી અલાયદી બની જતાં વાર ન લાગી. સામાન ફેરવતા ફેરવતા એ બે-ત્રણ જુવાનો સુખલાલના બાપા પર તરપીટ પાડી રહ્યા હતા: