વેવિશાળ - 2

(214)
  • 43.5k
  • 6
  • 32.8k

“એને આંહીં ઘેરે લાવશો મા, સુશીલાને નાહક અટાણથી જ ધ્રાસકો પડશે,” સુશીલાની બાએ પતિને, એટલે કે નાના શેઠને, સુખલાલના આવવાની આગલી રાતે જ ભલામણ આપેલી. “તો ભલે પેઢી ઉપર જ સૂવાબેસવાનું રાખશું.” નાના શેઠે કબૂલ કરી લીધું. સવાર પડ્યું. જમાઈને ગાડી પર લેવા જવા માટે મોટર કાઢવાની નાના ભાઈએ (સુશીલાના પિતાએ) વરધી આપી, તે સાંભળીને મોટા શેઠે ઠપકો આપ્યો: “મોટર મોકલીને અત્યારથી જ શા માટે છોકરાને મોટાઈનો કેફ ચડાવવો? ઘોડાગાડી ભાડે કરીને લઈ આવશે માણસ.”