વેવિશાળ - 1

(339)
  • 68.4k
  • 40
  • 51.5k

શનિવારની અધરાત હતી: પેઢીના માલનો સ્ટોક લેવાતો હતો: મોટા શેઠ ધૂંવાપૂંવા થતા હતા. પોતાની ગેરહાજરીનો લાભ લઈ રવિવારની રજા પાળવાનો નિયમ નાના શેઠે દાખલ કરી દીધો હતો, તેની ખબર પોતે દેશમાંથી પાછા આવ્યા ત્યારે જ મોટા શેઠને પડી હતી. પોતે નાના શેઠને એકાંતે ઘણો ઠપકો આપ્યો હતો પણ બન્ને સંપીલા હતા, પેઢીની પ્રતિષ્ઠા સમજતા હતા. મોંકાણ તો એ હતી કે નાના શેઠે નોકરોને રવિવારની રજા લેખિત કરી આપી હતી અને મહેતાઓને એક મંડળ—ક્લબ જેવું કરાવી આપ્યું હતું. એ બધા પર એકાએક હુમલો કરવાને બદલે, મહેતાઓ સામે ચાલીને જ રવિવારો પાછા સોંપે, ને એક અમાસનો જ અણોજો પાછો માગી લે, તેવો અંજામ લાવવાનો મોટા શેઠનો સંકલ્પ હતો.