કુરબાનીની કથાઓ - 13

(217)
  • 18.3k
  • 69
  • 6.2k

[રાજા સોમક મરીને આકાશમાર્ગે સ્વર્ગમાં જાય છે. રસ્તામાં નરકપુરી આવે છે તે કાળનો આ પ્રસંગ છે.] [નેપથ્યમાં] ક્યાં જાવ છો, મહારાજ? સોમક : કોણ છે એ? કોણ બોલાવે છે મને? ઘનઘોર અંધારામાં કાંઈ યે દેખાતું નથી. હે દેવદૂત! પલવાર તારા વિમાનને આંહીં થંભાવ. [નેપથ્યમાં] હે નરપતિ નીચે આવો! નીચે ઉતરો, હે સ્વર્ગના મુસાફર! સોમક : કોણ છો તમે? ક્યાંથી બોલાવો છો?