કુરબાનીની કથાઓ - 1

(140)
  • 7.5k
  • 18
  • 4.3k

અઢી હજાર વર્ષની જૂની આ વાત છે. મગધ દેશના રાજા બિમ્બીસારે પ્રભુ બુદ્ધને આજીજી કરી, કે `હે દેવ! શ્રીચરણના નખની એક કણી મળે તો બહુ જ સુખ પામીશ.' `એ કણી લઈને જગતમાં શાં શાં ધતિંગ ફેલાવવા માગો છો, ભૂપતિ?' બુદ્ધે હસીને પૂછ્યું. `એક જ ધતિંગ, પ્રભુ! અહિંસા અને સત્ય ખાતર આત્મસમર્પણનો સંદેશ.' રાજબગીચાની અંદર એક ખૂણામાં નખની એ કણી દાટીને એના ઉપર બિમ્બીસારે સુંદર સ્તૂપ ચણાવ્યો. દેશદેશના કારીગરોએ આવીને સ્તૂપ ઉપર બારીક નકશી મૂકી. એ પથ્થરો જાણે હમણાં બોલી ઉઠશે, પોતાના જ રૂપ ઉપર મુગ્ધ બનીને પથ્થરો નાચી ઉઠશે, એવી શોભા શિલ્પકારોએ વિસ્તારી દીધી.