જેલ-ઑફિસની બારી - 24

(28.8k)
  • 12.7k
  • 13
  • 2.2k

જેમલો રાજકેદી ભાઈ પાસે પોતાનું ત્રૈમાસિક પત્તું લખાવવા બેઠો છે. પણ શું લખાવે? સૂઝતું નથી. લખાવે છેઃ `ચોમાસું માથે આવે છે. એકઢાળિયાનાં નળિયાં ચળાવી લેજો, નીકર પાડી ને વોડકી (વાછડી) પલળશે. નળિયાં ધરમશી કુંભારનાં લેજો બીજાના લેશો નહિ. ભૂલશો નહિ. એકઢાળિયું ચળાવજો. આ બાબત ભૂલશો નહિ. ધરમશી ધીરવાની ના પાડે તો આપણા ખાવાના દાણામાંથી આલજો. પણ જરૂર એકઢાળિયું – '