જેલ-ઑફિસની બારી - 23

  • 3.2k
  • 2
  • 928

`તા. ૧૦.૫.'૨૨: `મને કેદ પકડાયાં આજ ત્રણ દિવસ થયા. મારી સજામાંથી આમ ૧ ૬૦ જેટલી તો હું ભોગવી ચૂક્યો, હવે તો ફક્ત ૫૯ ૬૦ જેટલી જ મુદત બાકી રહી. એ પણ ચાલી જશે ભારે પગલે પંથ કાપતા થાકેલા કોઈ ગાડાના બળદો જેવા કંગાલ આ ઉનાળાના દિવસો એકાદ માસમાં તો અદૃશ્ય બની જશે, ચોમાસાના પૂરપાર વહેતા ને તોફાને થનગનતા અશ્વો સમા વર્ષાના દા'ડા આવશે. ત્યારે તો પછી દિવસમાં ચાર વાર સાડી-પોલકાં બદલતી નવવધૂ-શી આ નખરાળી કુદરત આજની ગ્લાનિને ઉડાડી મૂકશે એવી ઉમેદ રાખીને હું વૈશાખના સળગતા બપોર વિતાવું છું.'