જેલ-ઑફિસની બારી - 21

  • 2.9k
  • 1
  • 720

ફાંદાવા ભીલની પોચી પોચી ફાંદમાં અમારા જેલરે લહેરથી પોતાની આંગળી બેસાડી. પછી તો અમારો બાંઠિયો બામણ કારકુન પણ એ ફાંદની જોડે વહાલ કરવા લાગ્યો. પછી નાના-મોટા સહુએ આ સ્પર્શ-સખનો લહાવો લીધો. મને પણ ઘણું ય મન થયું કે હું મારા સળિયા લંબાવીને ફાંદાળા ભીલના પેટની સુંવાળી ચરબી જરી ચાખું, પણ મરજો રે મરજો પેલા સુથાર ને પેલા કડિયા, જેણે એંશી વર્ષો અગાઉ મારાં અંગોને પથ્થરોની ભીંસમાં જડી લીધાં છે.