જેલ-ઑફિસની બારી - 20

  • 3.2k
  • 3
  • 769

તે દિવસની સંધ્યાએ તું થરથરી ઊઠેલો, ખરું? ફાંસીની તુરંગમાંથી પેલા મોટી ફાંદવાળા જુવાન ભીલને લાવવામાં આવ્યો અને જેલરે એને ત્રાડી મારી કહ્યું કે `તુમકો કલ ફજરમેં ફાંસી મિલેગા, તુમારે વાસ્તે હુકમ આ ગયા હૈ. તુમકો કુછ કહેના હૈ?' ફાંદવાળો ભીલ જેવો ને તેવો ઊભો રહ્યો. `તુમ સુના? કાન હે તો? કલ સબેરે તુમકો ગલેમેં રસી ડાલ કે ફાંસી દેનેવાલી હૈ' ભીલની સમાધિ તોયે ન છૂટી. પછી જેલરી હસીને સંભળાવ્યું