જેલ-ઑફિસની બારી - 14

  • 2.8k
  • 1
  • 974

ત્રિવેણી ડોશી આવીને દરવાજાની અંદર ઓટલા ઉપર બેઠી છે. વરસાદમાં ભીંજાયેલા પંખીની માફક કાળો સાડલો સંકોડીને શિયાળાને પ્રભાત બેઠી છે. ત્રિવેણી ડોશી આડું અવળું જોતી નથી, હલતી કે ચલતી નથી. આ હું જે રીતે બેઠી છું તેવી જ નિર્જીવ રીતે બેઠી છે. હનુમંતસિંગ દરવાન! તમારા હાથે આજ બે લાખ ને ત્રીસ હજારમી વાર તાળામાં ચાવી ફેરવો, દરવાજાની બારી ઉઘાડો, બહાર મોટરની જેલ-ગાડી ત્રિવેણી ડોશીને શહેરની કોર્ટમાં તેડી જવા સારુ આવી ઊભી છે.