રક્ષાભાભી

(72)
  • 3.4k
  • 2
  • 835

આ વાર્તામાં સંબંધ, લાગણી, પ્રસંગ, વ્યવહાર, મજાક, સંઘર્ષ વગેરેની વાત છે. માણસના મનમાં થતી ઉથલપાથલની વાત છે. નિ:સ્વાર્થ પ્રેમની વાત છે. એક સ્ત્રી, વ્યવહાર અને લાગણી વચ્ચે કેવી રીતે સમતુલા જાળવે છે એની વાત છે. વાર્તા સાડી અને સરળ છે. વાચકોને ગમશે એવી આશા છે. વાર્તામાંથી થોડુંક... ‘હું સુખી છું, ભાભી.’ અતુલે જવાબ આપ્યો અને પછી એ ચૂપ થઈ ગયો. વાડી તરફ પાછાં ફરતી વખતે અતુલ ચૂપ હતો પરંતુ એનું મન ચૂપ નહોતું. મન તો ફરિયાદ કરતુ હતું: ‘ભાભી, કયા મુખે મારાં ખબરઅંતર પૂછો છો હું તો લાચાર હતો એટલે તમારાં સુધી ન પહોંચ્યો, પરંતુ તમે તમને કઈ રીતે લાચાર હતાં ગમે એમ કરીને પણ મારી સાથે વાત કરી શક્યા હોત. પણ તમેય હવે પહેલાં જેવાં રહ્યાં નથી. તમને પણ કમલનો રંગ લાગી ગયો છે. આજે મારું કરી નાંખીને તમે પણ ખુશ થયા છો એ જાણું છું, પણ કશો વાંધો નહિ. તમે ખુશ થયાંને મારું જે થવાનું હશે એ થશે.’