અજ્ઞાત સંબંધ - ૨૩

(131)
  • 6.8k
  • 8
  • 2.2k

એમ હાર માનીશ નહીં એવું મનોમન વિચારીને હું એ છોકરીને લઈને એ મંડપમાંથી બહાર નીકળી. એટલી વારમાં જ ક્યાંકથી ચાર માણસો આવી ચડ્યા. ‘અબે, પકડ વો દોનો કો... ભાગને ન પાયેં...’ એકે ત્રાડ નાખી અને ચારેય દોડ્યા. અમે હિંમત કરીને તેમનાથી વિરુદ્ધ દિશામાં ભાગ્યા. મને લાગતું હતું કે તેઓ અમને પકડી લેશે અને બન્યું પણ એમ જ. હું એકના હાથમાં આવી ચડી, પરંતુ ખુશીની વાત એ હતી કે પેલી છોકરી દૂર નીકળી ચૂકી હતી. બે માણસો તેની તરફ ગયા અને બીજા બંનેએ મને પકડી. ગંદી ગાળ બોલીને માણસે મને તમાચો ઝીંકી દીધો. હવે હું ઉશ્કેરાઈ ગઈ હતી. સમસમી ગઈ હતી.