શાપિત હવેલી

(92.4k)
  • 9.4k
  • 18
  • 2.2k

રહસ્યમય હોરર વાર્તા... વર્ષોથી ખંડેર પડી રહેલી હલદાર હવેલી આસપાસના જંગલી છોડવાઓથી ઘેરાઈ ગઈ હતી. તેની દીવાલો લીલી વેલોથી ભરાઈ ગઈ હતી. હલદાર હવેલીના આંગણાંમાં દાખલ થવા મુખ્ય દરવાજાની જાળીઓમાંથી પણ લીલી વેલો સાપની જેમ વીંટળાઇ વળી હતી. હવેલીના આંગણમાં બનાવેલું ગોળ તળાવ અને એમાં વચ્ચોવચ્ચ ખંડિત થઈ ગયેલી મુર્તિ ઊભેલી હતી. સુકાઈ ગયેલું તળાવ ખરી પડેલા પાંદડાના કચરાથી ભરાઈ ગયું હતું.