સ્વાભાવિક

(21.5k)
  • 3.2k
  • 2
  • 850

મારી આ નાનકડી અને સામાન્ય વાર્તા વર્ષો પહેલાં ‘ચાંદની’ સામયિકમાં પ્રગટ થઈ હતી. વાર્તા જૂની છે, પરંતુ આજના સમયમાં પણ પ્રસ્તુત છે. માણસમા સ્વાર્થની લાગણી તો રહેવાની જ. વળી, સ્વાર્થ વગરનાં સંબંધ પણ ભાગ્યે જ હોય. ગણતરી રાખીને જીવનારા લોકોને નાની નાની ખુશીઓની કે બીજાની સંવેદનાની કિંમત હોતી નથી. પરંતુ, બાળક મોટા લોકોની રમતથી પર હોય છે. ઘણી વખત બાળકના કાલાઘેલા શબ્દો એનાં માતાપિતાને રાહત આપનારા હોય છે. વાર્તામાં એક પાત્ર બીજા પાત્રને ઉદ્દેશીને વાત કહેતો જાય છે અને એ રીતે વાર્તા આગળ વધે છે. જેમ કે... એ દિવસે તમે ઓચિંતા મારા પરિવારના મહેમાન બની ગયા હતા. આ શહેરમાં તમારાં બીજા સગાં સંબંધીઓ પણ હતાં, પરંતુ એમની સાથે તમારે ગાઢ સંબંધ નહોતો. ગાઢ સંબંધ તો મારી સાથે પણ નહોતો, પરંતુ તમને એટલો વિશ્વાસ હતો કે, મારા પરિવારમાં તમને મીઠો આવકારો મળશે જ. મેં, વંદના અને અમારી નાનકડી નેહાએ તમને અમારા નાનકડા ઘરમાં આવકાર્યા હતા. તમે આ શહેરમાં એક કન્યા જોવા માટે આવ્યા હતા.... વાર્તા વાંચશો. -યશવંત ઠક્કર