પન્તી – ધ સ્લીપ ઑફ પૅન !

(57)
  • 2.9k
  • 3
  • 897

આજે રવિવાર હોઈ વિશ્વાસ હજુસુધી ઊંઘી રહ્યો હતો. અન્ય દિવસોએ તો સવારની નિશાળના કારણે આ સમયે તૈયારી માટે આમથી તેમ દોડાદોડી કરતા અને બંગલાને ગજવી મૂકતા એ વિશ્વાસના શયનખંડનું આડું દ્વાર હજુ ખૂલ્યું ન હતું. શ્રદ્ધાબહેને હળવા પગે અંદર પ્રવેશીને જોયું, તો એમના આશ્ચર્ય વચ્ચે એમણે વિશ્વાસને પલંગના બદલે સોફા ઉપર સૂતેલો દીઠો. પાસેની ટીપોય ઉપર લૅપટૉપ ખુલ્લું પડ્યું હતું અને તેની લીલી લાઈટ ચાલુ હતી. લૅપટૉપને સહેજ જ અડકતાં સ્ક્રીન ઉપર ગુજરાતી લેક્સિકનના સાર્થ જોડણીકોશનું ‘સર્ચ ડિક્શનરિ’નું ‘ગુજરાતી ટુ ગુજરાતી’નું એક પાનું નજરે ચઢ્યું, જેમાં ‘પત્ની’ શબ્દ ટાઇપ થયેલો હતો. શ્રદ્ધાબહેને માની લીધું કે રોજિંદી આદત મુજબ જાગી ગયેલા વિશ્વાસે ફરી ઊંઘ ન આવતાં કદાચ લૅપટૉપ ઉપર ચૅટીંગ શરૂ કરી દીધું હશે. વળી સાથેસાથે એમને આશ્ચર્ય એ વાતનું પણ થયું હતું કે ‘પત્ની’ એ તો ગુજરાતીનો પ્રચલિત અને જાણીતો શબ્દ હોવા છતાં તેનો અર્થ જાણવા માટેની વિશ્વાસને કેમ જરૂરત ઊભી થઈ હશે ! શ્રદ્ધાબહેને જોડેની ખુરશીને હળવેથી ખેંચીને …