એક ચાલ તારી એક ચાલ મારી - ભાગ - 8

(107)
  • 7.1k
  • 5
  • 2.7k

અડધા કલાકથી તપસ્વીની જેમ વાટ જોઈ રહેલા વિક્રમને ફિશિંગ રોડ પર ભાર વર્તાયો. વજન પરથી તો લાગતું હતું કે નક્કી મોટું માછલું જ હોવાનું. એ વિચારમાત્રએ મનને હળવાશ આપી હોય એમ વિક્રમના કપાળ પર તંગ રહેલી રેખા જરા હળવી થઈ ગઈ. આખી રાત અજંપામાં વીતી હતી. એ ચચરાટને દૂર કરવા માટે પણ ફિશિંગ જેવી પ્રવૃત્તિ જરૂરી હતી. પરંતુ કુદરત જાણે અહીં પણ યારી નહોતી આપતી. દોઢ કલાક થી વધારે સમય વીતી ગયો. એક નાની માછલી પણ ન સપડાઈ ત્યારે વિક્રમને થયું કે આ વાત કોઈ ભાવિ વરતારો તો નથી કરતી ને...