આ એક વ્યંગ લેખ છે. આવું થાય કે ન થાય, એવી પરવા કર્યા વગર વાંચશો. આ લેખમાં શું છે એનો ટેસ્ટ કરવો છે લો ટેસ્ટ કરો... માણસ પોતાના દિમાગમાં એ.સી. મુકાવી શકે એવો જમાનો આવી જાય તો સમાજમાં કેવાં કેવાં પરિવર્તનો આવી જાય! સમાજમાં બે નવા વર્ગ અસ્તિત્વમાં આવી જાય. એક વર્ગ એ.સી. ધારણ કરેલા માણસોનો અને બીજો વર્ગ એ.સી. ધારણ ન કર્યું હોય એવા માણસોનો. બીજી રીતે કહીએ તો નરમ પંથી અને ગરમ પંથી. શરૂઆતમાં રૂઢિચુસ્ત માણસો દિમાગમાં એ.સી. મુકાવવાની સગવડને ખુલ્લા દિલથી ન આવકારે એવું પણ બને, પરંતુ સમય જતાં તેઓ પણ ઢીલા પડે. જુઓને, થોડાં વર્ષો પહેલાં ‘આપણને એ.સી. ન ફાવે’ એવું કહેનારો એક મોટો વર્ગ હતો, પરંતુ આજે એમાંથી એ વર્ગમાંથી ઘણા લોકોએ મોડા મોડા પણ એ.સી.નો સ્વીકાર કર્યો છે. ગરમી જ એટલી વધી ગઈ કે જેના કારણે લોકો એ.સી.ને સુખનું નહિ, પણ જરૂરિયાતનું સાધન મનવા લાગ્યા છે. એ જ રીતે, દિમાગમાં એ.સી. મુકાવવું એ પણ જરૂરિયાત ન બની જાય