‘૯૧૬૬ અપ: ગુજરાતના રમખાણોનું અધૂરું સત્ય’ - 8

(95)
  • 12.4k
  • 7
  • 5.5k

ભાવનગરના પોલીસવડા રાહુલ શર્મા પોતાની ફરજ પ્રમાણિકપણે અદા કરી રહ્યા હતા તે વાત ભાજપ સરકારને પસંદ નહોતી તેમાં બેમત નથી. આ ઘટનાને કારણે મારા મનમાં કેટલાક પેશન ઉભા થયા હતા. તે અંગે વિચાર કર્યા પછી મને લાગે છે કે ગોધરાકાંડ પછીના તોફાનો રાજ્યપ્રેરિત નહીં હોવા છતાં હિંદુઓ જે રીતે આક્રમક બની બદલો લઈ રહ્યા હતા તેને લઈ ભાજપના નેતાઓ તેનું વળતર મેળવવા માગતા હતા. મુસ્લિમો ઉપર ભલે સરકારના ઈશારે હુમલાઓ થતા નહોતા, પરંતુ મુસ્લિમોને બચાવનાર અને ગુનો આચરનાર હિંદુઓ સામે કાયદેસરની કાર્યવાહી કરનાર પોલીસ અધિકારીઓ પણ સરકારને પસંદ નહોતા. એટલે જ રાહુલ શર્માની ભાવનગરથી તાત્કાલિક બદલી કરી તેમને અમદાવાદ શહેરમાં કંટ્રોલરૂમ ડી. સી. પી. તરીકે મૂકવામાં આવ્યા હતા.