કરૂણા બા

(8.1k)
  • 2.6k
  • 1
  • 860

એક વખત પાલીતાણા નાં “કંચનબેન નું રસોડા” વિશેનો લેખ વાંચવામાં આવ્યો. ૬૦ વર્ષનાં નિઃસંતાન બેન ને સાત પેઢીનું ધન વારસામાં મળ્યુ ત્યારે જે પ્રશ્નો મનમાં ઉઠ્યા તે સર્વ પ્રશ્નો કરુણા બેન ને પણ ઉઠ્યા. આજે તો ઠીક છે. હાથ પગ ચાલે છે કાલે ઉઠી ને નહી ચાલે ત્યારે શું આ બધા સગા વહાલા તો ઘણાં છે પણ કંઇક એવું કરતા જવું છે કે આવતો ભવ પણ સુધરે. વળી ઉપાશ્રય અને સાધુની વાણીએ એટલુ પણ શીખવાડેલું કે હાથે તેટલુ સાથે.