કેટલુંય ખૂટે છે !!!

(69)
  • 5.4k
  • 7
  • 2.1k

આ વાર્તા સંગ્રહ માં ભણેલા ગણેલા આધુનિક અને સુખી દેખાતા લોકો ના બનેલા સમાજ માં ખૂટતાં મૂલ્યો અને ખૂટતા સંસ્કાર ની વાત છે. ભૂતકાળ ની તુલના માં ઘણી પ્રગતિ કરી સુખી થયેલા સમાજ માં હજી રિવાજ અને વહેવાર ના નવા નામે દહેજ નુ જુનું ભૂત ધૂણે છે. માણસ પોતાના મનની સાચી લાગણી વ્યક્ત કરતાં પણ ડરે છે અને જે મૂળ થી જ ખોટુ છે તેનો વિરોઘ કરવા ની હિંમત પણ ક્યાંક ખૂટતી જણાય છે. આ વાર્તાઓ વાંચી આપણે આ ખૂટતું મેળવવા સંસાર સાગર માં મથીએ તો મારી વાર્તાકાર તરીકે ની સાર્થકતા હું સમજીશ. માયા માં મુખ્ય પાત્ર સ્ત્રી સહજ સોના ના મોહ થી પ્રેરાઈ કેવું ગેરવર્તન કરે છે અને ભૌતિક બાબત નો મોહ એક હદ થી વધે તો કેવી વિકૃતિ લાવે છે તે અંગે માર્મિક રજૂઆત છે.