એક શરમાળ છોકરો

(55)
  • 3k
  • 3
  • 748

એક શરમાળ છોકરો જીવનઆધારિત પસંગ પરથી લખાયેલી આ વાર્તા છે.એક શરમાળ છોકરા સાથેનો પરિચય મારા હ્નદયને એવું હલાવી ગયું કે શબ્દોરૂપે અવતરણ પામ્યું . બે વર્ષ પૂરવે હું સુરતમાં અઠવા લાઈન્સના રોડ ક્રોસીગના સિગ્નલ પાસે ટ્રાફિક રોકાય ને રોડ ક્રોસ કરું તેની રાહ જોતી હતી.ટ્રાફિકના જંગલ વચ્ચે અટવાયેલી સાવ નિ :સહાય બાળકી જેવી ઊભી હતી.એક સેકન્ડ માટે વાહનોનોની રફતાર અટકતી નથી,લોકો જાનને મૂઠીમાં રાખી રોડ ક્રોસ કરી લેતા હતા, મારી જિગર ચાલતી નથી.એટલામાં એક પોલીસે કડકાઈથી વાહનોને રોકી મારી સાથે બીજા ઘણાને રોડ ક્રોસ કરાવ્યો,હું રોડની બીજી તરફ જઈ રહી હતી ત્યાં એણે સંભાળપૂર્વક મારો હાથ ઝાલી પ્રેમથી બોલ્યો સાચવજો મેડમ મેં આશ્ચર્યથી જોયું તો એની આંખોમાં આત્મીયતા હતી.અમારી જૂની ઓળખાણ હોય તેમ પૂછ્યું , શું આપને યાદ છે મેડમ .