વાંચો એક એવી સ્ત્રીની વાત જેનું નામ જીવી છે પણ જીવવાના બહાના શોધે છે ......ને એને મળે છે એક સરસ બહાનું .......જે એના જીવવામાં જોમ પૂરે છે ........શું છે આ બહાનું ? એ જાણવા આ વાર્તા વાંચવી જ રહી ............... જીવી ‘ જેના ખુદનાં જીવવાનાં ઢંગધડા નથી . વળી શંકર યાદ આવ્યો ..કોણ જાણે ક્યાં ગયો હશે આજે ..??? કોણ એને ઘર સુધી પહોંચાડશે આજે ..?? સાવ ભાનમાં જ ન હોય તો સારું ..અડધોપડધો ભાનમાં હશે તો વળી કાલની જેમ મૂવો પેલા ધરાઇને રોટલા ખાશે પછી પાછો પૈસા માગશે ને નહીં આપું તો મારશે ....મારી મારીને થાકશે ત્યારે પગની પાનીથી લઇને સુકા હોઠ અને સુજી ગયેલી આંખ સુધી ગંધાતા વાસ મારતા મોઢેથી ચાટશે . તે હે ભગવાન !! એને મારા ખારા આંસુ કેમ ભાવતા હશે ?? અને હું યે મૂઈ પાછી , એને જે ભાવે એ ખાવા દઉં છું ને પાછી પીવા પણ દઉં છું .