જિંદગીનું સ્વપ્નિલ ઝૂનુન 2

  • 954
  • 405

“જીવન નામનું એક પુસ્તક. એક પુસ્તકના પાનાંઓમાં એક-બે મિસ્ટેક ચાલે, પણ દરેક પાને પ્રિન્ટીંગ ન ચાલે.” કેટ-કેટલાયે રંગો જિંદગીના એક્સપ્રેસ વે પર વણવા છે, ગૂંથવા છે, સજાવવા છે, યાદ કરવા છે અને એ યાદોનો માળો ગૂંથીને હસતા હસતા આ જ હાઈવે પરથી વિદાય લેવી છે. આ વિશ્વના દરેક ખૂણે કોઈને કોઈ એવા પ્રસંગો આકાર લે છે, એ પણ સમયના ક્ષણાર્ધમાં કે જે અનુભવવાના આપણે મિસ કરી જતા હોઈએ છીએ. સમયના એક જ પળમાં અનેક સંવેદનાઓ આકાર પામે છે. જરૂર છે તે નજરની, તે વિચારની. બસ, કેટલીક આવી જ સત્ય ઘટનાઓ સાથે હૃદયના કોઈક ખૂણાને નવપલ્લવિત કરવા લાઈફનો ‘એક્સપ્રેસ હાઈવે’ ગતિમાન થઇ ચુક્યો છે.