પરફેક્ટ મેચ

(59)
  • 1.4k
  • 4
  • 791

પોતાની ‘ડ્રીમગર્લ’ એટલે કે ‘સ્વપ્નની રાણી’ વિશેના રોહિતના ખ્યાલો બહુ સ્પષ્ટ હતા. ‘એવી છોકરી જેનું સ્મિત માધુરી દિક્ષીત જેવું હોય, હાઇટ તબુ જેવી હોય, વાળ દિપીકા પદુકોણે જેવા હોય, આંખો અનુશ્કા શર્મા જેવી હોય, હોઠ બેબો એટલે કે કરીના કપુર જેવા હોય, બ્યુટી કેટરીના કૈફ જેવી હોય. જે એજ્યુકેટેડ હોય, સોફિસ્ટીકેટેડ હોય, ફેશનેબલ અને અપટુડેટ હોય..