Intezar- A story by Ankit Gadhiya

(22)
  • 2.1k
  • 6
  • 790

“હું ક્યાં છું હું અહિ કેવી રીતે આવી મને અહિ કોણ લાવ્યું કેમ કોઇ કશું બોલતા નથી કોઇ મને કહેશે મને શું થયું છે મારી આવી હાલત કેમ થઇ તમે બધાં અહિ આમ કેમ ઉભા છો કોઇ કશું જણાવો મને. હે ભગવાન ! હે કનૈયા ! તું તો જણાવ શું ચાલી રહ્યું છે મારી સાથે મારો નિકુંજ ક્યાં છે મને કોઇ નિકુંજ પાસે લઇ જાઓ ! મારે નિકુંજને મળવું છે.” અચાનક ભાનમાં આવેલી નિયતી એકસાથે એટલાં બધાં સવાલ પૂછી બેઠી કે કોઇ પાસે નિયતીના એક પણ સવાલનો જવાબ ન હતો. બધા જ ચુપચાપ મૌન થઇ ઉભા હતાં. નિયતીને તેના શ્વસુર પક્ષ તરફથી કોઇ દેખાતું ન’હોતું, આથી ફરી એકવાર તેની બહેન દિપ્તીને પૂછ્યું શું થઇ રહ્યું છે બધાની ગેરહાજરીમાં દિપ્તી એ આખી વાત કરી. ખરેખર બન્યું એવું હતું કે હમણા જ થોડા સમય પહેલાં જ નિયતીની સગાઇ વિવેક સાથે થયેલી ! વિવેક સાથે તેની સગાઇ પરાણે કરાવવામાં આવેલી કારણ કે આ પહેલા તેની સગાઇ તેના બોયફ્રેન્ડ નિકુંજ સાથે થયેલી. નિકુંજ સાથે નિયતીને સારો એવો મન મેળ થઇ ગયેલો અને તેના પરીવારમાં નિયતી દૂધમાં સાકર ભળે એવી રીતે ભળી ગયેલી. ત્રણ-ત્રણ વર્ષ સુધી આ સંબંધ ચાલેલા. બંન્ને જાણે એકબીજા માટે જન્મેલા હોય તેમ રહેતા હતાં અને સાત-સાત જન્મ સુધી સાથે રહેવાના કોડ આપેલા. પરંતુ એકવાર અગમ્ય કારણોસર અચાનક જ નિકુંજના પપ્પાએ નિકુંજને નિયતીને તરછોડી દેવા કહ્યું. પિતાના અતિશય દબાણમાં આવીને નિકુંજએ પોતાની પ્રિયત્તમા એવી નિયતીને છોડવાનું નક્કી કર્યું. નિયતીને કંઇપણ જણાવ્યા વગર જ નિકુંજે કહ્યું કે હવે મને કોલ કે મેસેજ ન કરતી. નિયતીએ અંતિમ વાર નિકુંજ સાથે વાત કરવા મરણિયા પ્રયાસ કર્યા પરંતુ તેના તમામ પ્રયાસ નિષ્ફળ ગયા કારણ કે નિકુંજનો મોબાઇલ તેના પિતાએ લઇ લીધો હતો.