Atla Varso Pachhi

  • 1.4k
  • 3
  • 573

યોગેશ પંડયા આટલા વરસો પછી .......... E-mail Address : manyog0713@yahoo.com Phone no.9377114892 સાંજે નિશાળેથી એ ઘરે આવી ત્યારે પુત્રવધુ સ્મિતા પણ ઘરે આવી ગઈ હતી. એ આવી એટલે સ્મિતા પાણીનો ગલાસ ભરીને લાવી એણે આસપાસ નજર દોડાવી. સાસુની નજરના ભાવને નિહાળીને સ્મિતાએ સ્મિત સહ કહયું : 'યશ બાજુમાં રમવા ગયો છે મમ્મી.' 'અચ્છા...' એણે ટીપોઈ પર પડેલું છાપું ઉઠાવ્યું કે પુત્રવધુ એક બંધ કવર લેતી આવીઃ 'મમ્મી. એક કવર આજે તમારા નામ પર આવ્યું છે.' 'મારા નામ જોગ કવર ?' એણે થડકો અનુભવ્યો. એ પુત્રવધુના ચહેરા સામે તાકી રહી કે પુત્રવધુ કટાક્ષમાં કહે છે ? પણ ના એના સ્વભાવજને પારખતી