Aankh-ma Ugya Suraj

  • 1.7k
  • 667

યોગેશ પંડયા આંખમાં ઉગ્યા સૂરજ E-mail Address : manyog0713@yahoo.com Phone no.9377114892 માગશરનો સૂરજ આથમણી દશ્યે ટેકરીઓ આડે ડૂબી ગયો હતો. હવે તો અવનિ ઉપર ચડતા શિયાળાની સાંજ ઉતરી રહી હતી. ધીરે ધીરે હેમાળેથી વછુટેલો બરછી જેવો ટાઢોબોળ પવન કો' જોબનવંતી નારની માફક હળવે હળવે વા'તો આવતો હતો. ટાઢની સાથો સાથ કાલિમા પણ હળવે હળવે પૃથ્વી ઉપર પગરણ કરી રહી હતી. પંખીઓતો કયારનાય પોતપોતાને માળે જવા નીકળી ગયા હતા. હવે તો પાછળ રહી ગયેલું કોઈ એકલ દોકલ પંખી, પ્રિયજન ભેળું થઈ જવા ઝડપથી આમતેમ પાંખો વીંઝતું ભાગી રહયું હતું. બરાબર ત્યારેજ હાથમાં ધારિયું લઈને અમરૂ, વીકા ભગતની વાડીના જમણા શેઢે નીકળ્યો