એક ટીનેજરની ડાયરી ૧૮ ઓકટોબર, ૨૦૧૪ આજે હું બહુ ખુશ છું. હવે હું મારા નિર્ણયો જાતે લઈ શકીશ. આજે મને અઢાર વર્ષ પૂરાં થયાં એની ખુશીમાં મમ્મી-ડૅડીએ ૧૮ ભેટ આપી. આઇ અૅમ ધ હૅપીએસ્ટ ગર્લ આૅન ધ અર્થ. ડૅડી મને જેટલો પ્રેમ કરે છે એટલો પ્રેમ આખી દુનિયામાં કોઈ મમ્મી-પપ્પા એમના સંતાનને નહીં કરતાં હોય. મમ્મી હજી Gયારેક વઢી લે; પણ ડૅડી, વઢવાની તો વાત દૂર રહી, તેઓ મને Gયારેય ઊંચા અવાજે પણ કશું ન કહે. હું સમજણી થઈ ત્યારથી અમારો એક નિયમ છે. ડૅડી આૅફિસે જવા નીકળતા હોય કે હું સ્કૂલ કે કાલેજ જવા નીકળતી હોઉં ત્યારે અમે પ્રેમથી