ઓહ ગોડ! એક જહાજ મધદરિયે તોફાનમાં ફસાયું. દરિયાઈ તોફાન શરૂ થયું ત્યારે જહાજમાં પ્રવાસ કરી રહેલા મુસાફરો ખાણીપીણી અને નાચગાનમાં મશગૂલ હતા. પણ તેમનું જહાજ દરિયાઈ તોફાનમાં સપડાયું અને બહુ ખરાબ રીતે હાલકડોલક થવા માંડ્યું એટલે મહેફિલની જગ્યાએ માતમનો માહોલ છવાઈ ગયો. તોફાન વધી રહ્યું હતું અને દરિયામાં ઊછળતાં પ્રચંડ મોજાં સામે જહાજ ટકી નહીં શકે તેવું લાગતું હતું એટલે બધા પ્રવાસીઓ ઈશ્વરને પ્રાર્થના કરવા માંડ્યા. પરંતુ એ વખતે એક મુસાફર બાકીના બધા મુસાફરો પર હસી રહ્યો હતો. મુસાફરોને એના પર ગુસ્સો આવ્યો, પણ તેમણે તેની સામે આંખ આડા કાન કરીને ઈશ્વરને પ્રાર્થના કરવાનું ચાલુ રાખ્યું. પેલા એકલવાયા પ્રવાસીથી રહેવાયું