હરિયો અને જીવલો

(24)
  • 3.4k
  • 5
  • 594

શિયાળાની વહેલી એ સવાર હતી. ખુશનુમા શીતળ હવા હતી. કૂવા પાસે જ ઘઉંના લહેરાતા મોલનું મોટું ખેતર હતું. છોડવાઓ ઉપર ભરપુર દાણા બાઝેલાં કણસલાં હતાં. મંદમંદ હવામાં એ કણસલાં ડોલતાં હતાં. કૂવાકાંઠે એક પાકી ઓરડી હતી. ખેતરના એક ખૂણે માટીનું ખોરડું હતું. ખોરડાના કટલા પાસે ગોઠવેલી ઈંટોનો નાનો ઓટલો હતો. ઓટલા ઉપર ખોરડાની દિવાલને અઢેલીને મૂકેલી સિમેન્ટની શીટ હતી. તેના ઉપર ઢંગધડા વગરના અક્ષરોએ કોલસાથી લખેલી નોટિસ હતી : ‘દલિયા અને નરસંગડા સિવાય કોઈએ રજા વગર દાખલ થવું નહિ. કૂતરાથી ચેતવું. લિખિતંગ હરિયો.’ નોટિસમાંનું લિખિતંગ વાંચીને હું મલકી પડ્યો. પેલા બે જણ ‘હરિયા’ના ખાસ માણસો હોઈ શકે. છતાંય તેઓ ત્રાહિત તો ગણાય જ અને તેમને તોછડા નામે ઓળખાવવામાં આવે તે તો થોડીક ગળે ઊતરે તેવી વાત હતી. પરંતુ સિગ્નેચર નેઇમ હરિયો હરિભાઈ નહિ, હરિદાસ નહિ, હરિચરણ નહિ, હરિસિંહ નહિ અને ‘હરિયો’ ! અહો, વૈચિત્રિયમ્ ! આસોપાલવના થડને અઢેલીને ઊભો કરેલો ઢોલિયો ઢાળીને હું બેઠો. મળસકાના પ્રકાશમાં દૂરદૂર સુધી …