અધૂરો મધુરો પત્ર Letter to your Valentine - Feb 2018 is the national writing competition by Matrubhart અધૂરો મધુરો પત્ર પ્રિયે, આજે તમે ભલે જોજન માઈલ દૂર હો! આપણી વચ્ચે સમુદ્રનો અમાપ જલરાશિ ફેલાયેલો હોય પણ ખટમધુરી યાદોના દીવડા શબ્દોના કોડિયામાં તરતા મૂકતા મને કોણ રોકે આજથી દાયકાઓ પૂર્વે પહેલી નજરમાં પ્રગટેલો પ્રેમાગ્નિ બુઝાએ ન બૂઝે કારણ એ આપણા શરીરના માધ્યમ દ્રારા અભિવ્યક્ત થયેલો આત્માનો પ્રકાશ સવારમાં ડોર બેલના રણકારે મને તમારા હૂંફાળા સ્પર્શની ગુદગુદી થયેલી ,વેલેન્ટાઈન ડે તમને પ્રિય ,સાથે હોઈએ ત્યારે કંઈક સરપ્રાઈઝ આપો જ ! આમે તમે એવા રોમેન્ટિક કે પૂર્વ યોજના વિના સ્પોન્ટેનિયસ કંઈક કરો.લોકોથી ક્યાંક દૂર ગાડી લઈ ઊપડી જવાનું !ક્યારેક તિથલના દરિયે તો ક્યારેક સાપુતારાના પહાડોમાં કે પછી કોઈના ફાર્મહોઉસ પર.