છેડતી - National Story Competition Jan 18

(23)
  • 4.5k
  • 1
  • 898

‘બચાવો, બચાવો’ની બુમ સાંભળી ફ્લેટ નં ૧૦૪ની આજુબાજુના નં.૧૦૧, ૧૦૨ અને ૧૦૩ ફ્લેટવાળા બહાર આવી ગયા. તેઓને ખ્યાલ આવી ગયો કે અવાજ ફ્લેટ નં. ૧૦૪માથી આવે છે. થોડાકે ફ્લેટ નં. ૧૦૪નો દરવાજો ખટખટાવ્યો પણ અંદરથી તે ખૂલ્યો નહીં. ફરી પાછી ‘બચાવો, બચાવો’ની બુમ સંભળાઈ એટલે ફરી બહારવાળાઓએ જોરજોરથી દરવાજો ખટખટાવ્યો પણ તેમ છતાં અંદરથી દરવાજો ન ખૂલ્યો. હવે શું કરવું તેના વિચારમાં તેઓ ઉભા હતાં ત્યાં અંદરથી બંદુકની ગોળી છોડવાનો અવાજ સંભળાયો અને સાથે સાથે ચીસ સંભળાઈ. બહાર ઉભેલા સૌ ગભરાઈ ગયા. બધાને લાગ્યું કે મામલો ગંભીર છે અને પોલીસને જણાવવું જરૂરી છે એટલે એક જણે પોલીસને ફોન કર્યો. થોડીવારે પોલીસ આવી અને ત્યાં ઉભેલા પાસેથી હકીકત શું છે તે જાણ્યું. તેમણે પણ પ્રયત્ન કર્યો પણ દરવાજો ન ખૂલ્યો. વળી અંદરથી કોઈ મહિલાની ચીસો ફરી સંભળાઈ એટલે દરવાજો તોડવાનો નિર્ણય લેવાયો. દરવાજો તોડી અંદર જતાં પોલીસ અને પાડોશીઓએ જે દ્રશ્ય જોયું તેથી ન કેવળ પડોશીઓ પણ પોલીસ પણ હબકાઈ ગઈ.