‘૯૧૬૬ અપ: ગુજરાતના રમખાણોનું અધૂરું સત્ય’ - 3

(133)
  • 13.7k
  • 9
  • 7.3k

ગોધરાકાંડની ઘટનાના પછી ચોવીસ કલાકમાં હિન્દુઓના મનમાં અનેક ઉથલપાથલો થઈ હતી, કારણ કે તે આખી ઘટનાથી ખૂબ દુ:ખી હતા. તેમને એ વાતનું વિશેષ દુ:ખ હતું કે રાજ્યમાં કટ્ટર એવા હિંદુ મુખ્યમંત્રી હોવા છતાં આટલી મોટી ઘટના બની ગઈ અને સરકાર કંઈ કરી શકી નહીં. મને બરાબર યાદ છે કે અમદાવાદમાં તોફાનો ચાલતા હતા તે વખતે હું અને વિક્રમ વકીલ હરેન પંડયાને મળવા ગયા હતાં. હરેન પંડયા તે વખતે દુ:ખી હતા. જયારે તેમની સાથે ગોધરાકાંડની વાત નીકળી ત્યારે તેમણે જણાવ્યું કે, ‘તે રાત્રે એટલે કે ગોધરાની ઘટના બની તે રાત્રે તેમણે એક ટોચના નેતાને એવી સલાહ આપી હતી કે ગોધરામાં જે કંઈ બન્યું છે તેને કારણે હિંદુઓ નારાજ અને ગુસ્સામાં છે, જેથી હિંદુઓનો ગુસ્સો શાંત પડે તેવું આપણે કંઈ કરવું જોઈએ.