ચુકાદો...

(31)
  • 3.1k
  • 1
  • 787

બારામતી માં ચારે બાજુ આજે ફક્ત એકજ ચર્ચા ચાલી રહી હતી .અનંત ચોકસી પર લાગ્યો ખૂન નો આરોપ,, અનંત ચોકસી જેલ માં કેદ ,, અનંત ચોકસી એટલે,, ખ્યાતિમાન એવા યશવન્ત ચોકસી નો એક નો એક દીકરો.. યશવન્ત ચોકસી એક ખ્યાતનામ વેપારી હતા.એમનો વ્યાપાર ચોકસી ગ્રુપ ચારે બાજુ થી ખ્યાતિ પામેલો હતો. ચોકસી ગ્રુપ એક ટ્રાન્સપોર્ટ ની કંપની માં થી શરૂ થઇ ટેક્સટાઇલ અને સિન્થેટિક થી માંડી અલગ અલગ વ્યાપાર કરતી શેર માર્કેટ માં ૧૦૦કરોડ ની લિસ્ટેડ કંપની બની ગઈ હતી. યશવન્ત ચોકસી પોતે પોતાના આપબળે ઉભી કરેલી કંપની માં થી બને તેટલું સમાજ નું ઉદ્ધાર નું પણ કાર્ય કરતા હતા. આજે અલગ અલગ સંસ્થા પોતે કાર્ય કરતા હોવા છતાં તેમના માં ઘમંડ નું નામો નિશાન સુધા ના હતું .