ગજબ કર્યો, દીકરી!

(26)
  • 2.4k
  • 2
  • 736

એ દિવસોમાં ઔદ્યોગિક નગરી મુંબઈમાં ગુજરાતીઓ અને મારવાડીઓની માલિકીની અનેક મિલો… કામદારોની પરિણામશૂન્ય ચાલેલી લાંબી હડતાલ…અસંખ્ય કામદારો બેકારી અને ભૂખમરાના ખપ્પરમાં… ઔનઅલી પણ એમાંના એક…દસદસ વર્ષો સુધી વિવિંગ વિભાગમાં બદલી કામદાર તરીકેની અસ્થાયી નોકરી… પછી તો કાયમી થયા…માંડ એક જ વર્ષ થયું હશે અને આ કાયમી આફત… એ તો સારું હતું કે બદલી કામદારો માટેની ખાસ ચાલીમાં એક રૂમ રસોડાવાળી તેમને ખોલી મળી હતી, જે કાયમી થયા પછી પણ તેમના હસ્તક જ રહી હતી. ઔદ્યોગિક અદાલતના ચુકાદા અનુસાર તેમનો ભોગવટાહક ચાલુ…આમ દીકરોદીકરી અને પતિપત્નીના એવા ચાર જણના એ નાનકડા પરિવારને રસ્તા ઉપર તો આવી જવું પડ્યું ન હતું, પણ રોજીરોટીનો પ્રશ્ન વિકટ બન્યો હતો. ઔનઅલી અને મોહસીનાએ ઘરવખરી વેચીને થોડાક દિવસો ટૂંકા કર્યા…પણ, પછી છેવટે મુંબઈથી વીસેક કિલોમીટર દૂરના ઔદ્યોગિક શહેર ભિવંડીમાં એક પાવરલુમ ફેક્ટરીમાં કામ મળ્યું…આઠ કલાકની આખી પાળી…મહિનામાં દશેક દિવસ તો ચારચાર કલાકનું દોઢા પગારે ઓવરટાઈમ કામ પણ મળે…ફેક્ટરી એક્ટ પ્રમાણે પ્રોવિડન્ટ ફંડ કે અન્ય લાભો …