ચીનના મહાન રહસ્યવાદી સંત લાઓત્સે આ જગતને The Female Mystery સ્ત્રૈણ રહસ્ય કહેતા. દુનિયાના પ્રાચીનતમ ધર્મો એ પરમાત્માને સ્ત્રીના રૂપમાં માન્યો છે. પરમાત્માને પરમપિતા તરીકે માનવા વાળા કરતા પરમાત્માને જગત જનની તરીકે માનનારાની સમજમાં ગહેરાઈ વધુ હતી. જેમ જેમ પુરુષોનો પ્રભાવ વધવા લાગ્યો તેમ ઈશ્વરની જગ્યાએ સ્ત્રીને ખસેડી પુરૂષને બેસાડવાનું શરુ થયું. માતૃપ્રધાન પ્રાચીન ભારતીય સમાજોએ કુદરતને જ એક મહાન માતા સમજી એના વિવિધરૂપ વર્ણવતા પ્રતીકો રચેલા છે જેને ભારતીય પ્રાચીન વિચારધારામાં દસ મહાદેવીઓ કહી છે. મોટાભાગે લોકો અંબા, દુર્ગા, મહાકાલી, ભવાની જેવી અમુક માતાઓને જ જાણતા હોય છે. અથવા પ્રાચીન ગ્રંથોમાં નાં હોય તેવી સંતોષી માતા, વૈભવ લક્ષ્મી કે દશામાં ને જાણતા હોય છે. દસ મહાદેવીઓ કઈ છે તે આજે કહું અને ઘણાને એમના નામ પણ નવા લાગશે. દસે મહાદેવીઓ હોય કે નવા સ્વરૂપે પૂજાતી માતાઓ હોય તમામ પાર્વતીના રૂપ છે તે યાદ રાખજો. માતા એક છે મધર નેચર એક જ છે પણ એના રૂપ વિવિધ છે. આ દસ મહાદેવીઓ છે, .. અરે મિત્રો લેખ ડાઉનલોડ કરી ફટાફટ આગળ વાંચો..