નો રીટર્ન - 4

(270)
  • 16.3k
  • 14
  • 7.5k

ગંગટોક એ સિક્કિમનું પાટનગર છે. અનેઠીક ઠીક કહી શકાય એવડું મોટું પણ છે. અહીંનું કુદરતી સાંદર્ય ઊડીને આંખે વળગે એવું બેનમૂન છે. અને અહીં જાવાલાયક જગ્યાઓ પણ ઘણી છે. સ્થાનિક વસ્તુઓની વિશાળ બજારો ઉપરાંત વનસ્પતિશાસ્ત્ર બાગ, વિવિધ અને આકર્ષક ફૂલોના બગીચાઓ, હરણબાગ અને એવા ઘણાં બધા બગીચાઓ આ શહેરની ખૂબસુરતી વધારતા હતા. પર્વતારોહણ અન ટ્રેકીંગ, કેમ્પીંગ માટે આ જગ્યા સ્વર્ગ સમાન છે. અહીં આવવાવાળા પર્યટકો અહીંની સુંદરતા, કુદરતી છટા, પહાડોનું મનોરમ્ય દૃશ્ય, નાના નાના ઝરણાઓ, વિવિધ પ્રકારના વૃક્ષો, ઝરમર ઝરમર થતી બરફવર્ષા, ભોળા અને સાલસ લોકો, અહીંની સંસ્કૃતિ, રીતભાત, અહીંના તળાવો ઉપરથી દેખાતું એકદમ ખુલ્લું આકાશ, વાદળો, લીલીછમ પહાડીઓમાં રીતસરના ખોવાઈ જતા. ચારેતરફ મંત્રમુગ્ધ કરતી કુદરતની રચનામાં મન એકાકાર થઈ એક અહર્નિશ શાંતિનો અનુભવ કરવા લાગે. મને તો આ વાતાવરણમાં ખૂબ જ મજા આવી રહી હતી.