‘૯૧૬૬ અપ: ગુજરાતના રમખાણોનું અધૂરું સત્ય’ - 2

(172)
  • 24.2k
  • 12
  • 9k

મેં ગોધરા છોડી દીધું હતું પણ મારું મન હજી ગોધરામાં જ હતું. કોલસો થઈ ગયેલી લાશો, સળગી ગયેલો ડબ્બો અને જે સળગતા કોચમાંથી જીવતા નીકળ્યા હતા તેમની વાતો મારી આસપાસ ફરતી હતી, કારણ કે મને ગોધરામાં જે કઈ પણ બન્યું અને કેવી રીતે બન્યું તેનો ઉતર મળતો નહોતો. ગોધરા સ્ટેશન ઉપર જયારે સાબરમતી એક્સપ્રેસ આવીને ઉભી રહી ત્યારે તેમાં મુસાફરી કરી રહેલા કારસેવકો તા. ૨૨મીના રોજ અયોધ્યા જવા માટે નીકળ્યા હતા. તેમને કદાચ કલ્પના પણ નહીં હોય કે આ તેમની છેલ્લી મુસાફરી હશે. ગોધરા સ્ટેશન ઉપર સાબરમતી એક્સપ્રેસ આવીને ઊભી ત્યારે ટ્રેનમાં રહેલા કેટલાક ઘસઘસાટ ઊંઘતા હતા, કેટલાક અર્ધજાગ્રત હતા, તો કેટલાક પ્લૅટફૉર્મ ઉપર ઊતરી ચાવાળાને શોધી રહ્યા હતા.