આ વાર્તા સત્ય ઘટના ઉપર આધારિત છે. આપણા સમાજમાં સ્ત્રી ભણેલી હોય તો પણ, પતિ ઘર બહાર સંબંધ બાંધે ત્યારે વિના વાંકે પતિ દ્વારા ત્યજાયેલી હોય, એ ડાઘ સાથે જીવવું પડે છે. સમાજ કોઇ પણ સંજોગોમાં સ્ત્રીને જ જવાબદાર માને છે. આ ઘા સ્ત્રીના ર્હદય પર અંકિત થયો હોય છતાં માતા હોય તો બાળકોની જવાબદારી પણ નિભાવે છે. પતિના આવા વર્તાવ છતાં એ જીવનની આખરી પળ સુધી તેના પાછા આવવાની રાહ જુવે છે.