અય વતન ૬ મોટી એબ.

  • 3.4k
  • 1
  • 1.3k

પ્રકરણ – ૬ મોટી એબ શાંતા મામીએ રશ્મિ નાં પપ્પા મમ્મીને કહેણ મોકલ્યું કે જીતેન માટે રશ્મી અમને ગમી છે. તમે મળવા આવો. આ સમાચારથી બેખબર જીતેને રશ્મિ અને તેના કુટુંબને ઘરે આવતા જોઈને આશ્ચર્ય અનુભવ્યું. અંજારનાં વતની એટલે શાંતા મામીનાં મોસાળનાં વતની - શાંતા મામીએ તેડાવ્યા હશે તેમ તે વિચારતો હતો - ત્યાં સવિતાબાએ વાત કરી. “ચાલ જીતેન તૈયાર થઈ જા. આ છોકરી રશ્મિને તારા માટે અમે પસંદ કરી છે.” જીતેનનાં મોં પર આનંદની સુરખી પથરાઈ ગઈ. “બા - ક્યારે નક્કી થયું ?” “તું જ્યારે વકતૃત્વ સ્પર્ધામાં વિધવિધ દલીલો કરી રફીકને હરાવતો હતો ત્યારે !” થોડા મૌન પછી તે