અજ્ઞાત સંબંધ - ૧૭

(144)
  • 6.8k
  • 5
  • 2.4k

ગુફાની એકદમ મધ્યમાં, કાળભૈરવની વિશાળ મૂર્તિની બરાબર સામે એક મોટું લાલ રંગનું કુંડાળું બનાવેલું હતું જેના સેન્ટરમાં ખૂદ રતનસિંહ સુતો હતો. જમીન પર નહીં, હવામાં બે ફુટ જેટલો ઉપર ! તેની ડોક અને બંને હાથ કોઈ મડદાની જેમ હવામાં લટકતા હતા અને બાકીનું શરીર હવામાં જમીનને સમાંતર હતું. આટલું અસામાન્ય દ્રશ્ય જોઈ આહિરના હોશ ઊડી ગયાં. તેનાં હાથમાંથી ચાંદીની થાળી છૂટી ગઈ. પણ આશ્ચર્ય !! થાળી જમીન પર ન પડી. હવામાં જ અધવચ્ચે લટકી રહી ! આહિરે ફાટી આંખોએ થાળી હવામાંથી જ ઊઠાવી લીધી.