Samarthini

  • 2k
  • 1
  • 619

સમર્થીણી: સમર્થીણી – તેં જ તો આપ્યું હતું, સમર્થીણી – તેં જ તો આપ્યું હતું , મને આ નામ નોરતાની એક રાત્રે! આજે ફરી નોરતાની રાત આવી ને મને આપણી પહેલી મુલાકાત યાદ આવી. સરખી સાહેલીઓ જયારે ગરબાના તાને રમવામાં મશગુલ હતી હું એક ખૂણામાં સાવ એકલી અટૂલી ઊંભી રહીને આસપાસ ઘુમતી રંગીન દુનિયાના તેજ વલયો નિહાળી રહી હતી, ના કોઈ ઉદાસી નહોતી, સૂર-લય-તાલની દુનિયામાં હું પણ ઝુમી રહી હતી પણ લય મારા પગમાં નહોતો, હાથેથી તાલ આપીને હું હળવેથી ગવાતા ગરબામાં સૂર પુરાવી રહી હતી, એક પંક્તિ પર થોડું અટકી ત્યાં તારો અવાજ મારી તદ્દન બાજુમાં ગુંજવા લાગ્યો, તારો મધુર પુરૂષ સ્વર મને સ્પર્શી ગયો, અનાયાસે હું તારા સૂરમાં સૂર મેળવીને ગાવા લાગી, તું મારા તાલમાં તાલ મેળવતો તાળીઓથી ઠેકો દેવા લાગ્યો, એક અદભૂત જુગલબંધી રચાઈ.