આ ડાયરીના પાનાં જ હતાં એમના સંગાથના સાક્ષી. આ શબ્દો જ એમની લાગણીઓના પુરાવા. આ ડાયરી અરમાને જ તો લખેલી. આ ડાયરી જ તો આરઝૂના બેગમાં હંમેશા રહેતી. આ ડાયરી જ તો આરઝૂને જીવથીય વધુ વ્હાલી હતી. ને આજે મળી એ પણ ક્યાંથી… પસ્તીમાંથી…!