અય વતન ૪ વતન પરાયું થઈ ગયું

(12)
  • 4.3k
  • 1
  • 1.5k

વતન તો વતન જ હતું. પણ ધર્મની આડશે વતન દોડવું પડતું હતું. તોફાનો ફાટી નીકળ્યા તેમાં હિંદુઓની દુકાનો પહેલા તૂટતી. કરાંચી પણ તે આગથી અળગું ન રહી શક્યું. મામા અને તેમના માણસોએ આખા દિવસ દુકાન બચાવી પણ છેલ્લા પ્રહરે આગ લાગી. સવજી કેશુ મામાને બચાવતો હતો. પણ ટોળામાંથી મોટો છરો કોઈકે માર્યો અને મામા ઢળી પડ્યા.. તેમનો લોહી નીકળતી હાલતે હોસ્પિટલ લઈ જતા સવજીએ ઈકબાલને જોયો... તે ખડખડાટ હસતો હતો...મારું નીચાજોણું કર્યું હતું ને તેનો મેં બદલો લીધો. હોસ્પિટલમાં તરત સારવાર અપાઈ પણ... નિષ્ફળ અને કેશુ મામા જતા રહ્યા...દુકાન રાખ થઈ ગઈ... મામા જતા રહ્યા આ બંને ફટકા શાંતા મામી માટે જીવલેણ હતા.