અજ્ઞાત સંબંધ - ૧૫

(151)
  • 7.2k
  • 4
  • 2.4k

દીવાન મનસુખલાલે પોતાનું બધું જ્ઞાન કામે લગાડી દીધું અને છેવટે કચ્છના એક અંતરિયાળ વિસ્તારમાં, નાનકડી પણ રળિયામણી જગ્યા શોધી કાઢી. દિવસરાત જોયા વગર ત્રણ મહિનામાં ગામ વસાવવાની સુવિધા કરી. કોઈની નજરે ન પડે તે માટે ગઢ બનાવવો નહોતો એટલે એક સરસ મજાની ભવ્ય હવેલી બનાવડાવી. હવેલીની નીચે એક સુરંગ બનાવડાવી અને તેમાં રાજ્યનો ખજાનો છૂપાવ્યો. આ ખજાનાનો નકશો વિરેન્દ્રસિંહે જાતે તૈયાર કર્યો અને તેને એક લોકેટમાં બંધ કરીને હવેલીના કોઈક ખૂણે છૂપાવ્યો. પચાસેક પરિવાર વસાવી તેજરાજને અહીં લઈ આવ્યા. એવું કહેવાય છે કે આ રાજ્ય વસાવવા માટેની જગ્યા દીવાન મનસુખલાલે શોધી હોવાથી ગામનું નામ ‘દિવાનગઢ’ રાખવામાં આવ્યું.